બુટલગેર પાસે રિમાન્ડ નહીં માગવાના અને કબ્જે થયેલું એક વાહન નહીં બતાવવાની અવેજમાં રૂપિયા ત્રણ લાખની લાંચ માગવાના ચાર વર્ષ જુના એક કેસમા એન્ટી કરપ્શન બ્યુરોએ આરોપી ઇકોસેલના પોલીસકર્મી સુખારામ જાંબુચા,મહિધરપુરા પોલીસ મથકના રાજેશ લાંબા ઉપરાંત એક ખાનગી વ્યક્તિ વિનોદ આહિર સામે ગુનો દાખલ કર્યો છે.આરોપી વિનોદ આહીરને ડીટેઇન કરાયો છે
જ્યારે બંને પોલીસકર્મી હાથમાં આવ્યા નથી. જે તે સમયે લાંચનું છટકુ ગોઠવાયા બાદ તે નિષ્ફળ રહયું હતુ, બાદમાં સમગ્ર કેસ અંગે તપાસ કરાઈ હતી તપાસ રિપોર્ટ બાદ ગુનો દાખલ કરાયો હતો. અન્ય એક કેસમાં પાસા-તડીપારની કાર્યવાહી ન કરવાના કેસમાં ૧૫ હજારની લાંચ માગવાના કેસમાં છટકું નિષ્ફળ જતા એસીબી દ્વારા પ્રાથમિક તપાસ કરાઈ હતી જેમાં છેવેટ આરોપી પોલીસકર્મી શોભરાજસિંહ ગોહિલ સામે ગુનો દાખલ કરાયો હતો. જો કે, આરોપી હજી પકડાયો નથી.