
સુરત જીલ્લાના ટ્રાયબલ તાલુકાના પેક જંગલોની રખેવારી આમતો ફોરેસ્ટ વિભાગની છે.આજ વિભાગની ખોરંભા રેજની સાત મહિલા વન કર્મીઓ માંડવીના જંગલોની રાત દિવસ કરે છે રખેવારી. આ મહિલાઓના પેટ્રોલિંગથી જંગલના દુશમન ઍવા લાકડા ચોર પણ થરથર કાપે છે. કોણ છે આ મહિલાઓ જુઓ અમારો વિશેષ અહેવાલ વિમેન્સ વર્સીસ વાઈલ્સ.
સુરત જીલ્લાના માંડવી તાલુકામાં આવેલા જંગલોના પહેરેદાર છે ફોરેસ્ટ વિભાગ. આ વિભાગના અધિકારી સતત જાગૃત અને સજાગ છે. આ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓની બાજ નજર ના કારણે જંગલો સુરક્ષિત છે ત્યારે આજે જંગલ વિભાગની સાત શેરની ઍટલે કે મહિલા વન કર્મીઓની વાત કરવાના છે. માંડવી તાલુકાના ખોરંબા રેન્જમાં જંગલોની પહેરેદારી કરે છે સાત મહિલા વન કર્મીઓઓ , રાત દિવસ સતત પેટ્રોલિંગ કરી જંગલોને બચાવે છે.લાકડા ચોરો જંગલમાંથી લાકડાની ચોરી કરતા સો વાર વિચારે છે કેમકે આ મહિલા વન કર્મીઓની સતત જંગલો પર નજર છે.માત્ર જંગલોને લાકડા ચોરોથી નહિ પણ ખુંખાર દીપડા સામે પણ અનેક વાર બાથ ભીડી ચુકી છે આ મહિલા વન કર્મીઓ. ïમાંડવી તાલુકાના જંગલોની સુરક્ષા માટે ઉતર – દક્ષિણ ઝોન બનાવવામાં આવ્યા છે અને આ ઝોનમાં અલગ અલગ રેન્જમાં ફોરેસ્ટ કર્મીઓ રાત-દિવસ પોતાના પરિવારની ચિંતા કર્યા વગર જંગલોની સુરક્ષા કરી રહ્ના છેસુરતના જંગલોમાં વુમન્સ વર્સીસ વાઈલ્ડ રીયલ રીતે જોવા મળે છે. કેમકે ફોરેસ્ટ વિભાગ સાથે જોડાયેલી મહિલાઓ રાત દિવસ , બેખોફ અને નીડર રીતે જંગલો ની સુરક્ષા કરી રહી છે. માંડવી ફોરેસ્ટ વિસ્તારમાં આવતા રેન્જમાં મહિલા વન કર્મી માટે કહેવાય છે કે જંગલોની શેરનીઅો સુરક્ષા કરી રહી છે.