
કેન્દ્ર સરકાર દ્વારા જીઍસટીના દરોમાં ફેરફાર કરતા વેપારીઓમાં રોષ જાવા મળી રહ્ના છે. થોડા દિવસ પહેલાં જ કાપડ પર જીઍસટી ૧૨ ટકા કરવાના નિર્ણય સામે વેપારીઓઍ વિરોધ નોîધાવતા સરકારે પીછેહઠ કરી પાંચ ટકા જીઍસટી દર યથાવત રાખવાનો નિર્ણય લીધો હતો. જા કે કેન્દ્ર સરકારે ફુટવેર પર જીઍસટી પાંચ ટકાના બદલે ૧૨ ટકા કરતા ફુટવેર વેપારીઓમાં રોષ જાવા મળી રહ્ના છે. સરકારના આ નિર્ણય સામે મંગળવારે સુરતના ફુટવેર ઍસોસીયેશન દ્વારા ઉધના વિસ્તારમાં બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો.
વેપારીઓઍ ઍકત્ર થઇ સરકાર સામે સુત્રોચ્ચાર કરી પોતાની માંગ સ્વીકારવામાં ન આવે તો આગામી દિવસોમાં આંદોલનને આક્રમક બનાવવાની ચિમકી આપી છે. આ અંગે વેપારીઓઍ જણાવ્યું હતુ કે પહેલાં ૧ હજારની અંદરના ફુટવેર પર પાંïચ ટકા જીઍસટી લાગતુ હતુ. પરંતુ સરકારે હવે તે ુવધારીને ૧ï૨ ટકા કરી દીધો છે. જેના કારણે ઍમઆરપી વધશે તો ગ્રાહકો પર તેની સીધી અસર પડશે. અને આï ભાવ વધારાના કારણે ધંધા પર અસર જાવïા મળશે. જા સરકાર જીઍસટી પાંચ ટકા રાખવાનો નિર્ણય ન લેશે તો સુરતના ૧૬ હોલસેલનાï વેપારીઓ અને પાંચ હજાર રીટેલના વેપારીઓ કંપની પાસેથી ફુટવેર ખરીદવાની બંધ કરી દેશે. જેના કારણે કંપનીને નુકશાન થશે અને માલ ન ખરીદવાના કારણે વેપારીઓ પાસેથી વસુલાતુ જીઍસટી બંધ થવાથી સરકારને પણ નુકશાન થશે. વેપારીઓઍ કાળી પટ્ટી બાંધીને વિરોધ પ્રદર્શન કરી પોતાનો રોષ ઠાલવ્યો હતો.