
ઝઘડીયાની સેવા રૂરલ સંચાલિક કસ્તુરબા હોસ્પિટલને કે.ઍલ.જે. ગૃપ ઓફ કંપની દ્વારા રૂ.૭૫ લાખનું માતબર દાન આપવામાં આવ્યુ છે.
કે.ઍલ.જે.કંપનીના સ્થાપક કનૈયાલાલ જૈનના ૭૫ વર્ષ પુરા થતાં હોય તેની ઉજવણીના ભાગરૂપે કસ્તુરબા હોસ્પિટલને ૭૫ લાખનો ચેક ઍનાયત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કંપનીના સ્થાપક કનૈયાલાલ જૈન તથા આઇ.ઍ.ઍસ. અરવિંદભાઇ અગ્રવાલ તથા ભરૂચ જીલ્લા કલેકટર તુષારભાઇ સુમેરા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્ના હતા.