ડાંગ જીલ્લાના ચીચધરા ગામની સસ્તા અનાજની દુકાનમાંથી તેના સંચાલક દ્વારા ગરીબોને ઓછું અનાજ આપવામાં આવતું હોવાની ફરીયાદ ઉઠવા પામી છે. જા કે ગરીબોને હક અપાવવા માટે આંતર રાષ્ટ્રીય દોડવીર સરીતા ગાયકવાડનો ભાઇ આગળ આવ્યો છે.
ડાંગ જીલ્લાના આહવા તાલુકાના ચીચધરા ગામની સસ્તા અનાજની દુકાનમાંથી કરાડી આંબા , ચીચધરા , કડમાળ અને થોરપાડા મળી કુલ ચાર ગામોના ગરીબોને સરકારી યોજના અંતર્ગત અનાજ આપવામાં આવે છે. પરંતુ દુકાનનો સંચાલક ગરીબોને અનાજ નહીં આપી બારોબાર અનાજ કાળા બજારમાં વેચી મારે છે. જા કે ગરીબો ફરીયાદ નહીં કરતા દુકાનદાર તેની મનમાની ચલાવી રહ્ના છે. જા કે આ સમગ્ર પ્રકરણમાં દોડવીર સરીતા ગાયકવાડનો ભાઇ ધનેશ્વર ગાયકવાડે આહવા તાલુકા મામલતદારને ફરીયાદ કરી આ અંગે દુકાનદાર સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી હતી.