
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ પ્લાસ્ટોકોન કંપનીની ચાલી રહેલી કન્ટ્રકશનની કામગીરી દરમ્યાન દિવાલ ધરાશાયી થતાં સર્જાયેલી
દુર્ઘટનામાં એક મહિલા સહિત ચાર કામદારોના મોત નિપજ્યા હતા. જયારે ત્રણ કામદારોને ઇજા પહોચતા સારવાર માટે હોસ્પિટલમાં
દાખલ કરવામાં આવ્યા હતા.
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ પ્લાસ્ટોકોન કંપનીમાં પ્લાસ્ટીકની પાણીની ટાંકી બનાવવાનું કામ કરવામાં
આવે છે. આ કંપનીમાં ચાલી રહેલી કન્ટ્રકશનની કામગીરી દરમ્યાન દિવાલ ધરાશાયી થતાં ત્યાં કામ કરી રહેલ મજુર મહિલા સંગીતાબેન
મંડલ તથા ગોપાલ રાજપુત , સંજય વસાવા અને મૌલાના તોહસીન અંસારીનું ગંભીર ઇજાના કારણે ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ.
જયારે અન્ય મજુરો સોમલ મંડલ , કિશન મંડલ અને તુલસી મંડલને ઇજાઓ પહોચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં
આવ્યા હતા. આ બનાવ અંગે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.