ભરૂચના મનબુર વિસ્તારમાં આવેલ એક શાળામાં યોજાયેલા વેકસીનેશનના કાર્યક્રમ બાદ વેકસીન લેનાર બે વિદ્યાર્થીની અને એક
વિદ્યાર્થીની તબિયત લથડતા દોડધામ મચી જવા પામી હતી.
હાલમાં સરકાર દ્વારા ૧૫ થી ૧૮ વર્ષની વયના બાળકોને વેકસીનેશન
કરવામાં આવી રહ્ના છે. જે અંતર્ગત મનબુરની શાળામાં વેકસીન લીધા બાદ ત્રણ વિદ્યાર્થીઓને ગભરામણ અને બેચેની લાગતા તેમને
સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા અન્ય વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.