સુરતના સચિન જીઆઇડીસીમાં આવેલું વિશ્વ પ્રેમ મિલની બહાર પાર્ક કરેલા કેમિકલ ભરેલું ટેન્કર હતા સર્જરી દુર્ઘટનામાં ઍક મહિલા સહિત ૬ વ્યક્તિઓના મોત નિપજ્યા હતા જ્યારે ઝેરી ગેસની અસર થી ગુંગળામણ નો ભોગ બનેલા ૨૩ જેટલા વ્યક્તિ ઓને સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં આવેલ વિશ્વ પ્રેમ મીલના કારીગર તેમજ અન્ય મજૂરો માટે ગુરુવારની વહેલી સવાર ગોજારી બની હતી કંપનીની બહાર પાર્ક કરેલ ઝેરી કેમિકલ ભરેલું ટેન્કર લીકેજ થતાં ઝેરી ગેસની અસરથી મિલના કામદારોને તેમજ અન્ય મજૂરોને ગૂંગળામણ થતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો ટેન્કરમાંથી છુટેલા ઝેરી કેમિકલના કારણે મિલના કામદારો તેમજ અન્ય મજૂરો કંઈ સમજે તે પહેલાં જ તરફડીને બેભાન બન્યા હતા આ બનાવની જાણ થતા જ ફાયર બ્રિગેડ તથા ઈમરજન્સી સેવા ૧૦૮ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી ગેસની અસરનો ભોગ બનેલા ૨૯ જેટલા કામદારો અને મજૂરોને સુરત નવી સિવિલ હોસ્પિટલમાં લઇ આવતા ઍક મહિલા અને પાંચ પુરુષો મળી કુલ છ વ્યક્તિઓને ફરજ પરના તબીબોઍ મૃત જાહેર કર્યા હતા જ્યારે ઝેરી ગેસની અસર નો ભોગ બનેલા ૨૩ જેટલા વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે આ ઘટનામાં ટેન્કરમાં રહેલ ઍક ઈસમને પણ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ ટેન્કર કોની માલિકીનું હતું. અને કયા કારણસર તેને કંપનીની બહાર પાર્ક કરવામાં આવ્યું હતું તે હજુ જાણી શકાયું નથી.