વિશ્વમાં હાહાકાર મચાવનાર ઓમિક્રોનના કેસની સાથે કોરોના પોઝિટિવમાં પણ વધારો થઈ રહ્ના છે. ગુરૂવારે શહેર અને જિલ્લામાં મળીને કુલ કોરોનાના ૧૭૦ કેસ નોંધાયા છે. જેથી સુરત શહેર જિલ્લામાં હાલ ઍક્ટિવ કેસની સંખ્યામાં બે હજારને પાર કરી ૨૦૮૬ પર પહોંચી ગઈ છે. છેલ્લા પાંચ દિવસમાં સિટીનો અઠવા ઝોન કોરોના ઍપી સેન્ટર બન્યો હોવાનું સામે આવ્યું છે. ૪૦ ટકા કેસ અઠવા ઝોનમાં નોંધાઈ રહ્ના છે. હાલ પોઝીટીવ કેસની સંખ્યા વધીને ૧,૪૬,૫૪૯ કેસ નોધાઇ ચુક્યા છે.
જિલ્લાની સાથે સુરત શહેરમાં કૂદકે ને ભૂસકે વધી રહેલા કોરોના કેસોઍ તંત્રની ચિંતામાં વધારો કર્યો છે. પ્રતિદિવસ સુરતમાં કેસોમાં વધારો આવી રહ્ના છે. જેમાં શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ કોરોના સંક્રમિત મળી આવતા તંત્રની દોડધામ વધી છે. શહેરમાં આગામી દિવસોમાં કોરોના કેસોની સંખ્યામાં વધારો થવાની શક્યતાને પગલે પાલિકા દ્વારા કોરોનાના સંક્રમણને અટકાવવા રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે. તે દરમ્યાન ગુરૂવાર સુરત શહેર અને જીલ્લામાં ૧૭૦ કેસ નોધાયા છે. આમ શહેર – જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા ૧,૪૬,૫૪૯ થઈ ગઈ છે. ઍક પણ કોરોના દર્દીનું મોત નિપજ્યું ન હતું. અત્યાર સુધીમાં કોરોનાનો કુલ મૃતાંક ૨૧૧૮ થયો છે. અત્યાર સુધીમાં શહેર – જિલ્લામાં ૧૪૨૧૭૫ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. શહેર જિલ્લામાં ઍક્ટિવ કેસની સંખ્યા વધીને ૨૦૮૬ નોંધાઈ છે. શહેરમાં જ્યાં આગામી દોઢ માસ દરમિયાન કેસો વધવાની શક્યતાઓ હાલ સેવાઇ રહી છે ત્યારે આ બેઠકમાં આગામી સમયમાં આગોતરી તૈયારીઓ અને હોસ્પિટલમાં મેડિકલ સહિત બેડની સુવિધાઓ સજ્જ રાખવા જેવી બાબતો ચર્ચાના મુખ્ય સ્થાને રહી હતી. સુરતમાં બાકી રહેતા લોકો ઝડપભેર વેક્સિન લે તેના પર ભાર આપવા કમિશ્નર દ્વારા સુચન કરાયું હતું. આ સિવાય હોસ્પિટલમાં અન્ય સુવિધાઓ અંગે પણ અધિકારીઓ સહિત ખાનગી પ્રેક્ટીશનરોને સૂચના આપવામાં આવી હતી. માઇક્રો કન્ટેઇનમેન્ટ , બેરીકેટીંગ, ટેસ્ટીંગ , ટ્રેસીંગ , ધન્વંતરી રથ , સંજીવની રથ , ૧૦૪ , ૧૦૮ તમામ કામગીરી અસરકારક કરવા સુચના અપાઇ છે. શહેરમાં હાલમાં રોજ ૧૩૫૦૦ ટેસ્ટીંગ થઇ રહ્ના છે. જ્યારે માઇક્રો કન્ટેઇનમેન્ટની સંખ્યા વધીને ૩૨૭ પર પહોંચી છે.