
માંગરોળ તાલુકાના મોટા બોરસરા જીઆઇડીસીમાં આવેલી મહેશ્વરી સિન્થેટીક કંપનીમાં અચાનક આગ ફાટી નિકળતા અફરા તફરી સર્જાઇ હતી.
સિલાઇ દોરી બનાવતી કંપનીના ગોડાઉનમાં આગના પગલે આજુબાજુની કંપનીઓના કર્મચારીઓમાં ડરનો માહોલ જાવા મળ્યો હતો. કંપનીમાં કામ કરતા કર્મચારીઓ આગ લાગતા બહાર દોડી આવ્યા હતા. આ બનાવના પગલે ફાયર બ્રિગેડને જાણ થતાં લાશ્કરો પહોîચી ગયા હતા. અને આગને કાબુમાં લેવા માટે સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો છે.