![](https://suratchannel.in/wp-content/uploads/2022/01/a5-1024x508.png)
દમણમાં વધતા જતાં કોરોનાના કેસોના કારણે પ્રશાસન દ્વારા સંક્રમણ અટકાવવા માટે બોર્ડર પર સઘન ચેકીંગની સાથે કોરોના વેકસીનના ડબલ ડોઝ હોય તો જ પ્રવેશ આપવામાં આવ્યો નથી.
સાથે સાથે પ્રશાસન દ્વારા સાવચેતીના પગલા રૂપે રામ સેતુ બીચને શુક્ર , શનિ અને રવિ ત્રણ દિવસ માટે બંધ કરવામાં આવ્યો છે. દમણ પર્યટક સ્થળ હોવાના કારણે મોટી સંખ્યામાં સહેલાણીઓ આવતા હોય છે. જેના કારણે કોરોના વકરે તેવી શકયતા ઉભી થતાં પ્રશાસન દ્વારા ત્રણ દિવસ માટે બીચ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.