ભારત સરકાર દ્વારા શિખ ધર્મની પ્રાચીન રમત ગણાતી ગટકા રમતને ખેલો ઇન્ડીયામાં સામેલ કરવામાં આવી છે.
આ રમત અંગે દમણ – દીવ , દાદર નગર હવેલી ગટકા એસોસીયેશનના પ્રમુખ અમરજીત સીંઘે જણાવ્યું હતુ કે શીખ સમાજની ઇચ્છાને માન આપીને ભારત સરકાર દ્વારા આ રમતને ખેલો ઇન્ડીયામાં સ્થાન આપવામાં આવ્યુ છે. જે માટે સંઘપ્રદેશ દ્વારાની ટીમ દ્વારા ચંદીગઢના ખાસ કોચના નેજા હેઠળ ૧૮ સભ્યોની ટીમ તૈયાર કરવામાં આવી રહી છે.