માંગરોળ તાલુકાના ધામરોડ ખાતે આવેલ પી.પી.સવાણી યુનિવર્સીટીના પરિસરમાં યુનિવર્સીટીના પ્રમુખ વલ્લભભાઇ સવાણીની ઉપસ્થિતીમાં વૈદીક સિધ્ધાંતો સાથે દિક્ષાંત સમારોહની ઉજવણી કરવામાં આવી હતી.
દક્ષિણ ગુજરાતના હાર્ટ સમાન પી.પી.સવાણી યુનિવર્સીટીમાં યોજાયેલા દિક્ષાંત સમારોહમાં વિવિધ ફેકલ્ટીના વિદ્યાર્થીઓને સ્નાતક અને અનુ સ્નાતકની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. જયારે ૧૬ ગોલ્ડ મેડલ અને ૫૫૬ ડિગ્રીઓ મહાનુભવોના હસ્તે એનાયત કરવામાં આવી હતી.