વલસાડ તાલુકાના ગોરવાડા ગામ પાસે નર્સને કન્ટેનરે કચડી નાંખતા તેનું ઘટના સ્થળે કમકમાટીભર્યુ મોત નિપજ્યુ હતુ.
વલસાડ તાલુકાના કલવાડા ગામના ડુંગરીયા ફળિયામાં રહેતી અને સરોઘી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નર્સ તરીકે ફરજ બજાવતી રેખાબેન પટેલ પોતાની મોપેડ લઇને ગોરવાડા ગામ પાસે ઉભી હતી તે વખતે બુલેટ ટ્રેનની કામગીરીમાં સામેલ કન્ટેનરે રીવર્સ લેતી વખતે રેખાબેન પટેલને અડફેટે લઇ કચડી નાંખતા તેનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ. આ બનાવ અંગે વલસાડ ગ્રામ્ય પોલીસે કન્ટેનરના ચાલક સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.