
ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ ખાતે યોજાયેલ મેરેથોન દોડમાં હજારોની ભીડ ઉમટી પડતાં સરકારના કોરોનાના નિયમોના ધજાગરા ઉડ્યા હતા.
વેરાવળમાં ભારત વિકાસ પરીષદ દ્વારા ૨૧ કિલોમીટરની મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં પ્રમુખ સ્થાને સાંસદ રાજેશ ચુડાસમા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્ના હતા. જા કે આ મેરેથોનïમાં કોરોનાïની ગાઇડ લાઇનના નિયમોનું પાલન કરવામાં આવ્યું ન હતુ. જેના કારણે સોશ્યલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. ભાજપના સાંસદની હાજરીમાં જ યોજાયેલા આ કાર્યક્રમમાં સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ થતાં પોલીસે આયોજક સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી.