બિલીમોરા નજીક આવેલા વલોટી ગામની સ્વામિ નારાયણ ઇંગ્લીશ મિડીયમ સ્કુલમાં મેગા મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
વલોટીની સ્કુલમાં યોજાયેલા આ મેગા મેડીકલ કેમ્પમાં જાણીતા તબીબો તથા નવસારીની નિરાલી કેન્સર હોસ્પિટલના નિષ્ણાંત તબીબોએ સેવા આપી હતી. જયારે આ મેગા મેડીકલ કેમ્પમાં વિનામુલ્યે વિવિધ રોગોની સારવારની સાથે સાથે રકતદાન શિબીરનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ૨૦૦થી વધુ રકતદાતાઓએ ઉત્સાહભેર રકતદાન કર્યુ હતુ.