
દમણ પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના પંજાબ યાત્રા દરમિયાન તેમની સુરક્ષામાં થયેલી ચૂક ના વિરોધમાં ધારણા નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો .
નાની દમણના બસ સ્ટેન્ડ નજીક ભાજપના સાંસદ લાલુભાઇ પટેલ તથા સંઘ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ દિપેશ ટંડેલ ની ઉપસ્થિતિમાં ભાજપના કાર્યકર્તાઓએ મૌન ધારણ કરીને શાંતિપૂર્ણ રીતે પંજાબ ની કોંગ્રેસ સરકાર વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું જ્યારે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની સુરક્ષા પ્રત્યે બેદરકારી દાખવનાર તમામ અધિકારીઓ સામે કાયદાકીય રીતે કાર્યવાહી કરવાની માંગણી કરી હતી