સુરત જીલ્લાના પલસાણા તાલુકાના ડાભા ગામના મુળ રહેવાસી અને છેલ્લાં ૧૦ વર્ષથી પનામા ખાતે સ્થાયી થયેલાં આહિર પરિવારના બે ભાઇ અને એક પુત્ર દરીયામાં ડુબી જતાં સમગ્ર ગામમાં માતમ છવાઇ જવા પામ્યો છે.
પલસાણાના ડાભા ગામના આહિરવાસમાં રહેતા દિપકભાઇ સુખાભાઇ આહીર તથા જીતેન્દ્ર ધનસુખ આહીર છેલ્લાં ૧૦ વર્ષથી પરિવાર સાથે અમેરીકાના પનામા ખાતે સ્થાયી થયાં છે. તેઓ પરિવાર સાથે વિકેન્ડમાં દરીયા કિનારે ફરવા માટે ગયા હતા. તે વખતે જીતેન્દ્ર આહિર તથા દિપક આહીર તેમજ જીતેન્દ્રભાઇના પુત્ર જશનું દરીયામાં ઉંડા પાણીમાં ડુબી જવાથી મોત નિપજ્યુ હતુ. આ બનાવની જાણ થતાં જ ડાંભા ગામમાં શોક વ્યાપી જવા પામ્યો છે.