મહિધરપુરામાં થયેલી ૧.૬૪ કરોડરૂપિયાની લૂંટનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે ટીપ આપનાર સહિત ૩ જણાને ઝડપી પાડી પાંજરે પુર્યા છે. પોલીસે રોકડï,મોબાઇલ અને મોપેડ મળી કુલ રૂ.૬૪.૧૦ લાખ કબજે કર્યા છે. જયારે બે આરોપીઓ હજુ પણ ફરાર છે.
વરાછામાં હીરાબાગ વિસ્તારમાં રહેતા શરદ લક્ષ્મણભાઈ સોલંકર સોનાના વેપારી છે. તેઓએ અમરેલીના વેપારી દિલીપભાઈ પાસેથી ૪ કિલો ૩૦૦ ગ્રામ સોનું મંગાવીને સુરતમાં મહિધરપુરામાં મુન સ્ટાર જ્વેલર્સના વેપારી સાગરભાઈને વેચી ૧.૬૪ કરોડ રૂપિયા રોકડા લીધા હતા. રૂપિયા બે થેલામાં મુકીને દરબારભાઈ સાથે મોપેડ પર વરાછા જવા નીકળ્યા હતા.કંસારા શેરી પાસે એક મોપેડ પર ત્રણ લૂંટારૂઓ આવ્યા હતા. તેઓ ચપ્પુ બતાવીને શરદભાઈ અને દરબારભાઈ પાસેથી ૧.૬૪ કરોડ રૂપિયા મુકેલી બંને થેલી લૂંટીને ભાગી ગયા હતા.તપાસમાં છેલ્લે લૂંટારૂઓ ઓલપાડ તરફ જતા દેખાયા હતા.આ બનાવ સંદર્ભે મહિધરપુરા પોલીસ,અમરોલી પોલીસ અને ડીસીબીની ટીમો કામે લાગી હતીï.તે દરમ્યાન મહિધરપુરા પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલી કાઢી અમરોલી ખોડલધામ કોમ્પલેક્ષમાં રહેતો મિતેશસિંહ સુશીલસિંહ પરમાર ઉર્ફે દરબારની ધરપકડ કરી છે. પોલીસે પુછપરછ કરતા મિતેશસિંહે લૂંટારૂઓને ટીપ આપી હતી. વરાછા ખોડીયાર નગર ખાતે આવેલી રેડીમેક કાપડની દુકાન એમ ટુ અમે માં કરતો હતો.તે દુકાનના માલિક નિલેશ જાદવાણી પાસેથી વેપારી શરદ લક્ષ્મણભાઈ સોલંકરે સોનું વેચાણ માટે લીધું હતું. તે સમયે તે વેપારીને ત્યાં નોકરી કરતા દરબાર ઉર્ફે મિતેશસિંહને શરદ સાથે મોકલ્યો હતો. ત્યારે મિતેશસિંહે લૂંટારૂઓને ટીપ આપી હતી.આ હકીકતના આધારે મહિધપુરા પોલïીસે બાકીના બે આરોપીઓને ઝડપી પાડયા હતા. આ લુંટ અંગે પોલીસ કમિશ્નનર અજય તોમરે જણાવ્યુ હતુ કે, અમરેલી જીલ્લાના દામનગર ખાતે પટેલ જ્વેલર્સના નામથી સોનાચાંદીનો વેપાર કરતા દિલિપભાઇ
આલગીયા અલગ – અલગ જગ્યાએથી સોનું ખરીદી કરી સુરત શહેર ખાતે શરદભાઇ લક્ષ્મણભાઇ સોલંકરના મારફતે મહિધરપુરા હિરા બજાર ખાતે આવેલી મુન સ્ટાર જ્વેલર્સ ખાતે સાગરભાઇ શાહને વેચાણ કર્યા હતા. દિલીપભાઇનો તમામ કારોબાર સુરતમાં રહેતા તેના મિત્ર નિલેશ જાદવાણી સંભાળે છે. નિલેશભાઇએ આ સોનાના દાગીના શરદભાઇને વેચાણ માટે આપ્યા ત્યારે તેની દુકાનમાં કામ કરતા દરબારને સાથે મોકલ્યો હતો. સોનાના દાગીના વેચાણ કર્યા બાદ રોકડ લઇને બંને જણાં તા.૬ઠી જાન્યુઆરીના રોજ પરત ફરી રહ્યા હતા. ત્યારે ત્રણ લુંટારૂઓએ લુંટને અંજામ આપ્યો હતો. મહિધરપુરા પોલીસે તમામ હકીકત મેળવી આરોપીઓને દબોચી પાડ્યા હતા. જેમાં અમરોલી છાપરાભાઠા ખાડી ફળિયામાં રહેતો રાજુ ઉર્ફે રાજેન્દ્ર ઉર્ફે રાજ મરાઠે દિલીપ કુંવર અને છાપરાભાઠા જુના મહોલ્લામાં રહેતો શનિકુમાર શાંતિલાલ કંથારીયા નામના લુંટારૂઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આ તમામ પાસેથી લુંટમાં વાપરેલી મોપેડ , બે મોબાઇલ અને રોકડ મળી કુલ રૂ.૬૪.૧૦ લાખની મત્તા કબ્જે કરી છે. આ સમગ્રï લુંટનું કાવતરૂ મિતેશસીંઘે ઘડ્યુ હતુ. ફરીયાદી સાથે પૈસા આપવા ગયા બાદ લુંટારૂઓને ટીપ આપી હતી. આ લુંટ પ્રકરણમાં અમરેલી દામનગર ભવાની ચોકનો તોસીફ જકીર સૈયદ અને જામનગર ટીટોડીયા વાડનો સમીર ફિરોજ ભયલુભાઇ ચુડાસમા હજુ પણ ફરાર છે. જાકે પોલીસની ટીમ જામનગર સમીર પકડવા ગઇ ત્યારે તે હાજર ન હતો. પરંતુ તેના ભાઇ હુસેન ચુડાસમાના મકાનમાંથી રોકડા રૂ.૫૪.૫૦ લાખ પોલીસને મળી આવ્યા હતા.