
સુરત જીલ્લાના માંડવી તાલુકામાં આંબલી ગામ આવેલું છે. આ ગામ પાસે આંબલી ડેમ હોવાથી દેવગીરી ગામના ૧૦ જેટલા મજુરો તેની આસપાસ ઘાસ કાપવા માટે હોડીમાં ગયા હતા.
તે દરમ્યાન ડેમની વચ્ચે હોડી ઉંધી વળી જતાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. બચાવ બચાવોની બુમો પડતાં આજુબાજુના લોકો મદદે દોડી આવ્યા હતા. ડેમમાં ડુબેલા ૧૦ પૈકી ત્રણ મજુરોને બચાવી લેવામાં આવ્યા હતા. જયારે સાતના મોત નિપજ્યા હતા. જેમાં મીરાભાઇ દેભભાઇ વસાવા , સલુબેન મીરાભાઇ વસાવા , મગનભાઇ નગરીયાભાઇ વસાવા , રાયકુબેન મગનભાઇ વસાવા , પુનિયાભાઇ નગરીયાભાઇ વસાવા , દેવનીબેન પુનિયાભાઇ વસાવા અને ગીમલીબેન રામસીંગભાઇ વસાવાનો સમાવેશ થાય છે. જયારે જીતેન્દ્ર મીરાભાઇ વસાવા , લલીતાબેન વસંતભાઇ વસાવા ï, દીબુબેન મગનભાઇ વસાવાïનો બચાવ થયો છે.