પુણા આઇમાતા રોડ પર ભરાતી શાકભાજીના વિક્રેતાઓ દ્વારા મંગળવારે સવારે વરાછા ઝોન પર હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. વરાછા ઝોનની બહાર શાકભાજીના વિક્રેતાઓ દ્વારા પાલિકા વિરૂદ્ધ નારેબાજી કરી ધંધો કરવા માટે અનુકુળ જગ્યા નïહીં આપે તો અનશન પર બેસવાની ચિમકી ઉચ્ચારી છે.
પુણા આઇમાતા રોડ પર છેલ્લાં ઘણાં વર્ષોથી શાકભાજી માર્કેટ ભરાઇ છે અને શ્રમજીવીઓ પોતાનું ગુજરાન ચલાવે છે. પરંતુ છેલ્લાં ચાર – પાંચ દિવસથી વરાછા ઝોન દ્વારા રસ્તા પર શાકભાજીનો ધંધો કરતા વિક્રેતાઓને હેરાન પરેશાન કરી દબાણના નામે તેમનો માલ ઉંચકીïને લઇ જતાં તેઓમાં રોષની લાગણી ફાટી નિકળી છે. છેલ્લાં ચાર – પાંચ દિવસથી પાથરણાવાળાંઓને વરાછા ઝોન દ્વારા ધંધો ન કરવા દેતા તેઓની ધીરજ ખુટી પડી છે. મંગળવારે સવારે ૨૦૦ થી ૩૦૦ જેટલાં શાકભાજીના વિક્રેતાઓ અનને પાથરણાંવાળાઓએ વરાછા ઝોન પર હલ્લાબોલ કર્યો હતો. ઝોનની બહાર પાલિકાની કામગીરી સામે રોïષ વ્યકત કરી સુત્રોચ્ચાર કર્યા હતા. ત્યારબાદ વરાછા ઝોનના અધિકારીઓને રજુઆત કરવા ગયા ત્યારે તેઓ મળ્યા ન હોવાનો આક્ષેપ શાકભાજીના વિક્રેતાઓ દ્વારા કરવામાં આવ્યો છે. જા તેમને ધંધો કરવા માટે કોઇ અનુકુળ જગ્યા આપવામાં ન આવશે તો શાકભાજીના વિક્રેતાઓ અનશન પર બેસશે તેવી ચિમકી ઉચ્ચારવામાં આવી છે.