વલસાડ જીલ્લા એલસીબી પોલીસે ઉમરગામ તાલુકાના મલાવ ગામ પાસેથી બે રીઢા ઘરફોડ ચોરોની ધરપકડ કરી તેમની પાસેથી ચોરીનો રૂ.૫.ï૯૦ લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.
વલસાડ જીલ્લા એલસીબી પોલીસનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે વખતે બાતમી મળી હતી કે વલસાડ જીલ્લામાં હત્યા ï, ધાડ , લુંટ , ચોરી સહિતના ગંભીર ગુનાઓ આચરનાર બે આરોપીઓ ઉમરગામ તાલુકાના મલાવ ફાટક પાસેના ત્રણ રસ્તા પાસે ઉભા છે. જે બાતમીના આધારે જીલ્લા એલસીબી પોલીસે મલાવ ગામ ખાતે છાપો મારી કપરાડા ખાતે રહેતા બે આરોપી લાલજી વળવી અને વિઠ્ઠલ બચુ વારલીની ધરપકડ કરી તેમની પાસેથી સોનાના દાગીના , રોકડ અને ઇકો કાર મળી કુલ રૂ.૫.૯૦ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસ પુછપરછમાં બંને આરોપીઓએ તેમના સાગરીતો સાથે મળીને વલસાડ જીલ્લાના ઉમરગામ , ધરમપુર સહિતના વિસ્તારોમાં ચોરીના ગુનાને અંજામ આપ્યો હોવાની કબુલાત કરી હતી.