વાપી નજીકના લવાછા ગામ ખાતે એક મહિલાએ પોતાની ૩ વર્ષની દિકરીને ઝેર પિવડાવ્યા બાદ પોતે પણ ગળે ફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે. જા કે આ ઘટનામાં દિકરીનું મોત નિપજ્યુ હતુ.
જયારે તેની માતા હોસ્પિટલમાં જીવïન મરણ વચ્ચે જાલા ખાઇ રહી છે. વાપીના લવાછા ખાતે રહેતા રાજીવકુમાર પાલïની પત્ની માયાબેને કોઇ કારણસર પોતાની ૩ વર્ષીય દિકરીને ઝેર પિવડાવ્યા બાદ રૂમમાં જઇ ગળે ફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જા કે આ વખતે રાજીવકુમારે તાત્કાલિક તેને બચાવી લીધી હતી. જા કે માયાએ બાળકીને ઝેર પિવડાવ્યુ હોવાનું જણાવતા બંનેને સારવાર માટે સેલવાસની વિનોબા ભાવે હોસ્પિટલમાં લઇ જવાતા ફરજ પરના તબીબોએ બાળકીને મૃત જાહેર કરી હતી. જયારે આપઘાતની કોશિષ કરનાર માયાબેનને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ બનાવ અંગે ડુંગરા પોલીસે બાળકીને ઝેર પિવડાવનાર માયાબેન સામે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાïથ ધરી છે.