અંકલેશ્વર તાલુકાના પાનોલી જીઆઇડીસીમાં આવેલ મહનસરીયા ટાયર કંપનીમાં રૂ.૫.૭૩ લાખથી વધુના સામાનની ચોરી કરનાર બે આરોપીઓનો અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે ઝડપી પાડી તેમની પાસેથી ચોરીનો તમામ મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પાનોલી જીઆઇડીસીમાં આવેલ મહનસરીયા ટાયર કંપનીમાંથી થોડા દિવસ અગાઉ રૂ.૫.૭૩ લાખના સામાનની ચોરી થયાની ફરીયાદ અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથકે નોધાઇ હતી. આ ચોરી પ્રકરણમાં અંકલેશ્વર રૂરલ પોલીસે રાજપીપળા ચોકડી પાસેના ઝુબેર નગર ભંગારની દુકાનમાં સંતાડી રાખવામાં આવેલ ચોરીના તમામ મુદ્દામાલ સાથે આરોપી સુનિલ સહાની અને અજયïપાલ સીંગ ગુર્જરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.