પલસાણા તાલુકાના બે યુવાન મિત્રોએ પલસાણા તેમજ નવસારીના નિરાધાર ૧૫૦થી વધુ વડીલોને દ્વારકાધીશની યાત્રા કરાવી કળયુગમાં પણ શ્રવણ હજુ હયાત હોવાનો અહેસાસ કરાવ્યો હતો.
મુળ પલસાણાના વતની અને હાલમાં નવસારી ખાતે રહેતા વસંતભાઇ પરમાર અને તેમના મિત્ર રમેશભાઇ આહીરે નવસારી તેમજ પલસાણા તાલુકાના ૧૫૦થી વધુ જેટલાં નિરાધાર વૃદ્ધોને બે લકઝરી બસ તથા કારોમાં દ્વારકાની ૩ દિવસની યાત્રાએ લઇ ગયા હતા. અને વડીલો પાસે દ્વારકાધીશના મંદીરે ધ્વજારોહણ તેમજ અન્ય પુજા વિધી કરાવ્યા બાદ તેમના હસ્તે બ્રાહ્મણોન મહાદાન કરાવ્યુ હતુ.