
સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે સ્થાયી સમિતિ સભાખંડમાં મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. સુરત મહાનગરપાલિકા હસ્તકના અંદાજીત ૩૫૧૮.૨૩ કરોડ ખર્ચના પ્રગતિ હેઠળના ૮૦ વિવિધ મોટા કેપીટલ કામ અંગે સંબંધિત અધિકારીઓ સાથે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
પાલિકા કમિશનર બંછાનિધિ પાનીઍ બ્રિજસેલ વિભાગના અંદાજીત કુલ ૬૨૭.૪૧ કરોડના ખર્ચના પ્રગતિ હેઠળના તાપી રીવર બ્રિજ , રેલ્વે ઓવેર બ્રિજ, ફ્લાય ઓવર બ્રિજ સહિતના વિવિધ બ્રિજોનું કામ, ડ્રેનેજ વિભાગના અંદાજીત કુલ ૧૪૪૭.૩૨ કરોડ ખર્ચના સુઍઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા અન્ય કામો મળી કુલ ૨૪ પ્રગતિ હેઠળના પ્રકલ્પો ઍન્વાયરમેન્ટ સેલ ( ડ્રેનેજ વિભાગના ) અંદાજીત ૧૩૩.૦૮ કરોડ ખર્ચનો પ્રગતિ હેઠળના પ્રકલ્પ, હાઉસીંગ વિભાગના અંદાજીત રૂ. ૬.૮ કરોડ ખર્ચના પ્રકલ્પ, હાઇડ્રોલિક વિભાગના અંદાજીત રૂ.૧૨૪,૫૨ કરોડના ખર્ચના વિવિધ પ્રગતિ હેઠળના ૫ પ્રકલ્પો, હેડ વોટર વર્કસના અંદાજિત ૩૦.૫૫ કરોડ ખર્ચના પ્રગતિ હેઠળના ૨ પ્રકલ્પો, રોડ ડેવલપમેન્ટ વિભાગના અંદાજીત ૭૧.૪૨ કરોડ ખર્ચના ૩ પ્રગતિ હેઠળના પ્રકલ્પો છે.સ્લમ અપગ્રેડેશન વિભાગના અંદાજિત ૯૪૫.૨ કરોડ ખર્ચના પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગતના અલથાણ – ભટાર, જહાંગીરપુરા, મોટા વરાછા – ઉત્રાણ, રૂઢ – વેસુ, ભીમરાડ, પાલનપોર ભેંસાણ, પાલ ભેસ્તાન, પાલનપોર, ઉત્રાણ – કોસાડ, ડિંડોલી – ભેસાણ – ભેદવાડ, અડાજણ, વેસુ – ભરથાણા સહિતના વિસ્તારોના આવાસો મળી કુલ ૨૦ પ્રકલ્પો ટ્રાફિક – બી.આર.ટી.ઍસ પ્રોજેક્ટ સેલના અંદાજીત કુલ ૨૪.૯૮ કરોડના ખર્ચના પ્રગતિ હેઠળના વિવિધ ૩ પ્રકલ્પો, આ ઉપરાંત સેન્ટ્રલ ઝોન વિસ્તારના અંદાજીત રૂ. ૫.૩૫ કરોડ ખર્ચના, વરાછા ઝોન – ઍ વિસ્તારના અંદાજીત ૩૯.૧૩ કરોડ ખર્ચના વરાછા ઝોન – બી વિસ્તારના અંદાજીત રૂ. ૫.૩૮ કરોડ ખર્ચના, કતારગામ ઝોન વિસ્તારના અંદાજીત ૩.૨૧ કરોડ ખર્ચના, અઠવા ઝોન વિસ્તારના અંદાજીત રૂ .૫.૯૧ કરોડ ખર્ચના , દેર ઝોન વિસ્તારના અંદાજીત ૯.૯૮ કરોડ ખર્ચના કુલ ૧૪ પ્રકલ્પો સહિતના પ્રગતિ હેઠળના પ્રકલ્પોની કામગીરીની સમીક્ષા કરી સત્વરે કામગીરી પૂર્ણ કરવા સૂચના આપી હતી.