
ડિંડોલીની વિધવા બીઓબીની ભટાર રોડ શાખામાંથી ઉપાડેલા રોકડા રૂપિયા ૨.૪૦ લાખ ભરેલી બેગ રિક્ષામાં ભૂલી ગઇ હતી. પોલીસની દોડાદોડી વચ્ચે આઝાદનગરમાં રહેતો રિક્ષાચાલક આ બેગ ખટોદરા પોલીસ મથકે પરત કરવા આવ્યો હતો. જિંદગીમાં ઍકસામટી અઢી લાખની રોકડ પહેલી વખત જોવાશાખામાંથી છતાં રિક્ષાચાલકનું ઇમાન ડગ્યું ન હતું. મારી જરૂરિયાત જેટલા રોજના પાંચસોથી છસ્સો કમાઇ લઉં છું, મારી માટે રૂપિયા કરતાં સ્વમાન મોટું છે તેમ કહેતાં પોલીસે પણ રિક્ષાચાલકની ઇ માનદારીને બિરદાવી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે બપોરે ઍકાદ વાગ્યાના અરસામાં પાડોશીઓઍ જણાવ્યું હતું કે આ ડિંડોલી વિસ્તારમાં રહેતી ૬૬ વર્ષીય મધુબેન ભીખુ પટેલ ખટોદરા પોલીસ સ્ટેશને આવી હતી અને પોતે રિક્ષામાં ૨.૪૦ લાખની બેગ ભૂલી ગઇ હોવાનું જણાવ્યું હતું. મકાન બની રહ્નાં હોઇ મૃત પતિના વારસ તરીકે પેન્શન જમા થતું હતું બેન્ક ઓફ બરોડાની ભટાર રોડ બે લાખ તથા બીજા ૪૦ હજાર લઇ તે રિક્ષામાં બેઠા બાદ ઉધના દરવાજા ઉતરી ગઇ હતી. પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે રિક્ષા નંબર અને ચાલકનું નામ સરનામું શોધી આઝાદનગરના ઇન્દિરાનગરમાં રહેતા અશોક સુદામ ખરાતના ઘરે પહોંચી ગઇ હતી.વધુમાં રિક્ષાચાલકને રિક્ષામાંથી રૂપિયા ભરેલી બેગ મળી હોવાનું અને તે પરત આપવા ખટોદરા પોલીસ સ્ટેશન ગયાનું જણાવતાં પોલીસ ખટોદરા પહોંચી ત્યારે આ રિક્ષાચાલક ત્યાં પોલીસની જ રાહ જોતો ઊભો હતો. પોલીસની હાજરીમાં વિધવા મધુબેનને તેમની ગુમ થયેલી રોકડ પરત સોંપી હતી. ખુમારી સાથે રિક્ષાચાલકે જણાવ્યું હતું કે આટલા રૂપિયા ઍકસામટા મેં ક્યારેય જોયા નથી. હું રોજના ૫૦૦થી ૬૦૦ રૂપિયા મહેનત કરીને કમાઇ લઉં છું. ખોટા રૂપિયાની મને જરૂર નથી. પોલીસે આ રિક્ષાચાલકની ઇમાનદારીને બિરદાવી હતી.