
ભાગાતળાવ-ચોકબજાર ખાતેના કોસ્મેટિક અને બ્યુટી પ્રોડક્ટના વેપારી ગ્રુપ ઍન.આર.ને ત્યાં સ્ટેટ જીઍસટી દ્વારા પાડવામાં આવેલા દરોડામાં રૂપિયા ૯.૪૭ કરોડની ટેક્સચોરી ઝડપાઈ છે.
તપાસમાં બહાર આવ્યં હતું કે, બેનામી વેચાણ-ખરીદીની નોંધ કાચી ચિઠ્ઠીઓમાં કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં ડોક્યુમેન્ટ્સ અને ડિજિટલ ડેટા પણ કબ્જે કરવામાં આવ્યા છે. તપાસમાં સામે આવ્યું હતું કે, માલ ઇમ્પોર્ટ કરવામાં આવતા હતો. ઍ સાથે જ આંતર રાજ્ય ખરીદી પણ કરાતી હતી. જેની પર નજીવો ટેક્સ ભરવામાં આવતો હતો.બ્યુટી અને કોસ્મેટિકમાં વપરાતી વસ્તુઓ પૈકી બંગડી ઉપરનો વેરાનો દર ૩ ટકા, ઇમિટેશન જ્વેલરી પરનો દર ૧૮ ટકા, બ્યુટી પ્રોડ્કટ પર વેરાનો દર ૧૮ ટકા , ફુટવેર પરનો દર ૧૨ ટકા અને લેડીઝ પર્સ પરનો દર ૧૨ ટકા છે.