
સુરત મનપાની જુદી જુદી સેવાના ફોર્મ ભરવામાં હવે લોકોને સરળતા રહેશે. ઓનલાઈન ફોર્મ ભરવામાં નાગરિકોને સરળતા રહે તથા યોગ્ય માર્ગદર્શન મળી રહે તે બાબત ધ્યાને લઇ નિયત કરેલ જે તે ફોર્મ નમુના રૂપે ભરેલ ફોર્મ તથા ફોર્મ સાથે રજુ કરવાના દસ્તાવેજી પુરાવાઓના લીસ્ટ સહિતની માહિતી વેબસાઈટ પર ઉપલબ્ધ કરવામાં આવી છે.
સુરત મહાનગરપાલિકાની જુદી-જુદી સેવાઓ સંદર્ભેના ફોર્મ વેબસાઈટ પર ઉપલબ્ધ છે. આ ઓનલાઈન ફોર્મ ભરવામાં નાગરિકોને સરળતા રહે તથા યોગ્ય માર્ગદર્શન મળી રહે તે બાબત ધ્યાને લઇ નિયત કરેલ જે તે ફોર્મ નમુના રૂપે ભરેલ ફોર્મ તથા ફોર્મ સાથે રજુ કરવા જોગ દસ્તાવેજી પુરાવાઓના લીસ્ટ સહિતની માહિતી વેબસાઈટ પર ઉપલબ્ધ કરાવવાનો શુભારંભ મેયરના હસ્તે કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મેયર હેમાલીબેન બોઘવાલા , મનપા કમિશ્નર સહિતના અધિકારીઓ હાજર રહ્ના હતા મેયર હેમાલીબેન બોઘવાલાઍ જણાવ્યું હતું કે બહુજન હિતાય બહુજન સુખાયના સૂત્રને મનપા સાર્થક કરી રહ્નાં છે. પ્રજાને ઓનલાઈન ફોર્મ ભરવા માટે કોઈ અગવડ ન પડે તે માટે નમુના રૂપ ફોર્મ અપલોડ કરવામાં આવ્યું છે. જેને લઈને લોકોને ફોર્મ ભરવામાં સરળતા રહેશે.