કચ્છમાં આવેïલ વિનાશક ભુકંપ બાદ વિવિધ સંસ્થાઓ દ્વારા સેવાકીય કાર્યો હાથ ધરવામાં આવ્યા હતા. જયારે દિલ્હીના તે સમયના મુખ્યમંત્રીની સંસ્થા રાષ્ટ્રીય સ્વાભિમાન દ્વારા કચ્છ જીલ્લાના અંજાર તાલુકાના દુધઇ ગામને દત્તક લઇ સંસ્થા દ્વારા ૫૦૦ જેટલાં મકાનો બનાવવામાં આવ્યા હતા.
અને આ મકાનો વડાપ્રધાન અટલ બિહારી વાજપાઇના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા. જા કે દુધઇ ગામમાં સેવાના કાર્યો કરનાર રાષ્ટ્રીય સ્વાભિમાન સંસ્થા દ્વારા મોટાપાયે આર્થિક ગેરરીતી આચરીને લાખો રૂપિયાનું કૌભાંડïની સાથે ગામની ૫૦ એકર જમીન પણï પચાવી પાડવામાં આવી હોવાનો આક્ષેપ કોîગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. વિપક્ષી નેતા વી.કે.હુંબલ દ્વારા આ મુદ્દે સંસ્થાના કર્તાહર્તાઓ સામે લેન્ડ ગ્રેબીંગ એકટ મુજબનો ગુનો દાખલ કરવાની માંગણી કરવામાં આવી હતી. અને જા ગુનો દાખલ નહીં થાય તો હાઇકોર્ટમાં આ મુદ્દો લઇ જવાની ચિમકી ઉચ્ચારી હતી.