છેલ્લા ઘણા સમયથી સુષુ રહેલા અને ઍક વર્ષ પહેલાં સચિન પોલીસ મથકના કોન્સ્ટેબલને ટક્કર મારી હત્યાની કોશિશ કરનાર ચકચારી બુટલેગર સલીમ ફૂટ અને તેના ભાઇ ફિરોઝ ફૂટે મંગાવેલું આખું કન્ટેનર અમરોલી ચેક પોસ્ટ ઉપરથી ક્રાઇમ બ્રાન્ચે કબજે કર્યું હતું. ફિરોઝ અને સલીમનો ખાસ તથા કોન્સ્ટેબલની હત્યાની કોશિશમાં ઝડપાયેલો ઝુબેર અંસારી તથા ડ્રાઇવરને પોલીસે ઝડપી લઇ સાતને વોન્ટેડ જાહેર કર્યા હતા.
ક્રાઇમ બ્રાન્ચની ટીમે સાયણ રોડ અમરોલી ચેક પોસ્ટ ઉપર વોચ ગોઠવી હતી. કન્ટેનરમાં દારૂનો જંગી જથ્થો સુરતમાં લાવવામાં આવ્યો હોવાનું અને સુરતથી અમરોલી તરફ આગળ વધી રહયો હોવાની બાતમી વચ્ચે ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટ લલિત વાગડિયાઍ આ કન્ટેનર કબજે કર્યું હતું. કન્ટેનરમાં બે પૈકી ઍક શખ્સ સૈયદપુરા ટૂંકી, કલાઇગર વાડનો ઝુબેર હનીફ અંસારીને જોતાં જ મામલો સ્પષ્ટ થઇ ગયો હતો. સગરામપુરાના કુખ્યાત બુટલેગર ફિરોઝ ફૂટ અને સલીમ ફૂટનો ખાસ ગણાતા ફિરોજ અને સલીમ ફૂટે ગત વર્ષે સચિનમાં ઍક કોન્સ્ટેબલને કારથી કચડી મારી તેને ગંભીર ઇજાઓલપાડના પહોંચાડી હતી. જેમાં તેમની વિરુદ્ધ હત્યાની કોશિશનો ગુનો પણ નોંધાયો હતો. કન્ટેનરમાં સવાર બીજા શખ્સ દિપેન્દ્ર સતેન્દ્રબહાદુરસિંહને ઝડપી લઇ કન્ટેનરની ઝડતી લેતાં તેમાંથી ૧૬,૮૭ લાખની કિંમતની ૮૮૨૦ નંગ વ્હીસ્કી તથા બિયરની બોટલ મળી હતી. ફૂટ બંધુઓઍ બેગમપુરાના યુસુફ નાસીર ભાષાને ઓર્ડર આપતાં તેણે વાપીના પરમેશ્વર ઉર્ફે શાહુ પાંડેને સંપર્ક કર્યો હતો. પરમેશ્વરે કન્ટેનર તૈયાર કરી ડ્રાઇવર દિપેન્દ્ર રાજ હોટેલ પાસે મોકલ્યો હતો. અહીં ઝુબેર તેની સાથે બેસી ગયો હતો. સુરતમાં થોડો માલ ખાલી કરી તેઓ બુટલેગર અશ્વિન, સની અને રાજુને સારોલી બ્રિજ પાસે આપવા જતાં હોવાનું જણાવતાં પોલીસે કુલ સાતને વોન્ટેડ જાહેર કર્યા હતા.