
સુરત શહેરની રીંગરોડ તેમજ પુણા કુંભારીયા રોડ વિસ્તારમાં આવેલ કાપડ માર્કેટોમાંથી કાપડના પાર્સલોïની ડિલીવરી નહીં કરી બારોબાર સગેવગે કરવાના કૌભાંડ પ્રકરણમાં પુણા પોલીસે કેર યુનાઇટેડ ઍકસપ્રેસ ટ્રાન્સપોર્ટના બે કર્મચારીઓની ધરપકડ કરી હતી.
સુરત પોલીસ કમિશ્નર કચેરી ખાતે યોજાયેલી ઍક પત્રકાર પરીષદમાં સુરતના પુણા વિસ્તાર તેમજ રીંગરોડ પર આવેલ કાપડની દુકાનોમાંથી દુકાનદારો દ્વારા બહારગામના વેપારીઓને કાપડના તાકાઓïના પાર્સલો પહોîચાડવા માટે કેર યુનાઇટેડ ઍકસપ્રેસ પ્રાઇવેટ લિમીટેડ ટ્રાન્સપોર્ટ દ્વારા મોકલવામાં આવતા હતા. જા કે ટ્રાન્સપોર્ટના કર્મચારીઓ દ્વારા કાપડના તાકાઓïની ડિલીવરી નહીં કરી બારોબાર વેîચી મારવામાં આવતા હતા. આ અંગેનïી ફરીયાદ પુણા અને સલાબતપુરા પોલીïસ મથકે નોîધાઇ હતી. જેમાં પોલીસે કેર યુનાઇટેડ ઍકસપ્રેસ ટ્રાન્સપોર્ટના બે કર્મચારીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ સંદર્ભે સલાબતપુરા પોલીસ મથકમાં કેર યુનાઇટેડ ઍકસપ્રેસ પ્રાઇવેટ લીમીટેડ ટ્રાન્સપોર્ટનો વહીવટ કરતા બબલુ અને સંદીપ શર્મા સામે રીંગરોડ મિલેનીયમ માર્કેટના વેપારી પ્રકાશ મદનલાલ જૈને ફરીયાદ નોîધાવી છે. જેમાં પ્રકાશ જૈન દ્વારા ઇન્દૌર ખાતે વેપારીને મોકલેલો રૂ.૧ï.૦૫ લાખથી વધુના માલïની ડિલીવરી કરી ન હતી. આ ઉપરાંત અન્ય વેપારીઓના પણ રૂ.૪.૯૬ લાખનો માલ સગેવગે કર્યો હતો. આ ઉપરાંત પુણા પોલીસ મથકમાં પણ આઠ જેટલાં વેપારીઓના કુલ રૂ.૫.૦૫ લાખથી વધુનો માલ સગેવગે કર્યા હોવાની ફરીયાદ દાખલ થઇ છે.