સુરત ઍન્ટી કરપ્શન બ્રાંચે ઉમરા પોલીસ મથકના જમના નગર પોલીસ ચોકીમાં જ રૂ.૨૦ હજારની લાંચ લેતા ઍકપોલીસ કર્મીને ઝડપી પાડતા પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
ઉમરા પોલીસ મથકમાં ઍક અરજદારે રૂપિયાની લેવડ દેવડ બાબતે અરજી કરી હતી. આ અરજીના અનુસંધાને સામેવાળા વ્યકિતને જમના નગર પોલીસ ચોકીમાં બોલાવવામાં આવ્યો હતો. જયાં ઉમરા પોલીસ મથકમાં ફરજ બજાવતા લોકરક્ષક ઍજાજ હુસેન જુનેજા અને અમિત રબારીઍ અરજીïનો નિકાલ કરવા અને ગુનો નહીં દાખલ કરવા માટે રૂ. ૨૦ હજારની લાંચ માંગી હતી. જે લાંચના રૂપિયા ફરીયાદી આપવા માંગતા નહીં હોવાથી તેમને ઍસીબીના ટોલ ફ્રી નંબર પર જાણ કરી હતી. જેના આધારે સુરત ઍસીબીïના પી.આઇ. ઍ.કે.ચૌહાણ સહિતના સ્ટાફે ગોઠવેલા છટકામાં જમના નગર પોલીસ ચોકીની આગળ અણુવ્રતïï દ્વાર પાસે અમિત રબારી રૂ.૨૦ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાઇ જવા પામ્યો હતો. જયારે ઍસીબીઍ બીજા આરોપી ઍવાં ઍજાજ જુનેજાની ધરપકડ કરવાના ચક્રોગતિમાન કર્યા છે.