દેશભરમાં સ્વચ્છ શહેરોની યાદીમાં સુરત અગ્રેસર થઈ રહયું છે. સુરતમાં સફાઈ પાછળ કરોડો રૂપિયાનું ફંડ વાપરવામાં આવી રહ્નાં છે પરંતુ કેટલાક લોકોની બેદરકારીને કારણે ગંભીર દૃશ્યો સામે આવી રહયા છે. વેડ રોડ વિસ્તારમાં આવેલા લક્ષ્મી નગર મેઈન રોડ ઉપર જાહેર રસ્તા ઉપર બાયોમેડિકલ વેસ્ટ તેમજ અન્ય દવાઓ ફેંકવામાં આવ્યા હોવાનું ધ્યાને આવ્યું છે. આરોગ્ય સાથે ચેડાં થાય તે પ્રકારના દૃશ્યો જોઈને આસપાસના લોકો પણ ચિંતામાં મુકાયા હતા.
વેડ રોડ વિસ્તારમાં લક્ષ્મી નગર મેઈન રોડ ઉપર જ બાયોમેડિકલનો કચરો જાહેર રસ્તા ફેંકી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળતા આરોગ્ય વિભાગની ટીમ સક્રિય થઇ છે. બાયોમેડિકલ કચરાને ઍક ચોક્કસ પ્રક્રિયા અંતર્ગત ફેંકવામાં આવતો હોય છે જેના માટે જે-તે હોસ્પિટલ દ્વારા પણ તૈયારી કરવામાં આવતી હોય છે. હોસ્પિટલ પોતાનો બાયોમેડિકલનો કચરો આવી છે. તેને સાવચેતીપૂર્વક ડિસ્પોઝ કરવા માટે મોકલવામાં આવે છે. બાયોમેડિકલ કચરાની સાથે સાથે કેટલીક દવાઓ પણ રસ્તામાં ફેંકેલી જોવા મળી હતી.જાહેર રસ્તા ઉપર આ પ્રકારે મેડિકલમાં ઉપયોગમાં લેવાથી દવાઓ તેમજ અન્ય ચીજવસ્તુઓને જાહેર રસ્તા ઉપર ફેંકવી ઍ ખરેખર ખૂબ જ ગંભીર બાબત ગણી શકાય. આ વિસ્તારની આસપાસમાં આવેલા હોસ્પિટલો મેડિકલની દુકાનમાં પણ ઍની તપાસ થવી જરૂરી જણાય રહી છે. બાયો વેસ્ટમાં તેમજ અન્ય જે દવાઓ રસ્તાઓ પર ફેંકવામાં આવી છે તે કંઈ સારવાર માટે ઉપયોગમાં લેવાતી હશે તે અંગે આપણે પણ અજાણ હોઈઍ છીઍ ત્યારે આવી મેડિકલ ચીજવસ્તુઓને યોગ્ય રીતે ડિસ્પોઝ થાય તે ખૂબ જ જરૂરી છે. આરોગ્ય વિભાગની ટીમો ધ્યાને આ બાબત આવતા હવે તેમના દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે.