વાપીની જાણીતી જંતુનાશક દવાઓ બનાવતી કંપનીની પ્રોડકટનું ડુપ્લીકેશન કરી જંતુનાશક દવા વેચતા એક ઇસમની કંપનીની વિજીલન્સ સ્કવોર્ડે ધરપકડ કરી હતી.
વાપીïમાં આવેલ યુપીએલ તથા બાયર અને મુંબઇની એફ.એમ.સી. જેવી જાણીતી કંપનીઓની જંતુનાશક દવાઓ તેમજ બિયારણનો ટ્રેડમાર્ક લગાવી વાપીïના ગોવિંદા કોમ્પલેક્ષમાં આવેલ નવજયોત એગ્રો કેમિકલ્સ એન્ડ ટ્રેડસïર્ નામની દુકાનમાં વેચાણ થતું હોવાની બાતમી કંપનીની વિજીલન્સ સ્કવોર્ડને મળી હતી. જે બાતમીના આધારે વિજીલન્સ સ્કવોર્ડે નવજયોત એગ્રો દુકાનમાં છાપો મારી રૂ.૧૧.૨૩ લાખના મુદ્દામાલ સાથે દુકાનના માલિક નવલ કિશોર સંપતરાય દુબેની ધરપકડ કરી હતી. આ અંગે વાપી ટાઉન પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.