તાપી જીલ્લાના ડોલવણ તાલુકાના પાટી ગામ ખાતે તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ અને ભાજપના નેતા સુનંદા ગામીતના દિયરના લગન્ પ્રસંગમાં યોજાયેલ ડીજેની સંગીત પાર્ટીમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડી ડીજેના તાલે ઝુમતા સરકારની કોવિડની ગાઇડ લાઇનના ધજાગરા ઉડ્યા હતા.
ડોલવણ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ સુનંદાબેન નિલેશભાઇ ગામીતના દિયર રાહુલ ગામીતના લગન્ પ્રસંગે ડિજે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં હજારોની સંખ્યામાં લોકોએ ઉમટી પડી ડીજેના તાલે ઝુમતા હોવાનો વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ થતાં ડોલવણ પોલીસ દોડતી થઇ ગઇ હતી. જે અંગે પોલીસે લગન્નંïુ આયોજન કરનાર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ સુનંદાબેન ગામીતના સસરા કનુભાઇ ગામીત તથા તેમના પતિ નિલેશ ગામીત અને જીતુ ગામીત સામે કોવિડïની ગાઇડ લાઇનનો ભંગ બદલનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ પ્રકરણમાં જીલ્લા પોલીસવડા દ્વારા ફરજ પર બેદરકારી દાખવનાર પી.એસ.આઇ. વિક્રમ વસાવા અને બીટ જમાદાર કિશોરસીંહ સર્વશીંહને સસ્પેન્ડ કરી દેતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.