સુરત જીલ્લા એલસીબી પોલીસે એકસપ્રેસ હાઇવે રોડમાં જમીન ગુમાવનાર એવાં વિદેશમાં રહેતા એન.આર.આઇ.ઓના બોગસ દસ્તાવેજાના આધારે બેîકમાં ખાતા ખોલાવી રૂ.૧૫ કરોડથી વધુની ઠગાઇ કરનાર ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.
હાલમાં ગુજરાતમાં ચાલી રહેલાં એકસપ્રેસ હાઇવેમાં નવસારીïના ચીખલી તાલુકાના અનેક ગામોની જમીનો સંપાદીત કરવામાં આવી છે. અને સરકાર દ્વારા જમીનના માલિકોને તેનું વળતર ચુકવવામાં આવી રહ્ના છે. જા કે આ તકનો લાભ લઇ ઠગબાજાએ વિદેશમાં રહેતા જમીન માલિકોના બોગસ પાવર ઓફ એટર્ની સહિતના નકલી દસ્તાવેજા બનાવી બેîકમાં નકલી એકાઉન્ટ ખોલાવીને સરકાર દ્વારા ચુકવવામાં આવેલ રૂ.૧૫ કરોડથી વધુï હડપ કરી ગયા હતા. આ અંગે ૧૨ જેટલાં એન.આર.આઇ. ખેડુતોએ કરેલી ફરીયાદના આધારે પોલીસ હરકતમાં આવી હતી. જેમાં સુરત જીલ્લા એલસીબી પોલીસના ઇન્ચાર્જ પી.આઇ. એમ.એમ.ગિલાતરના માર્ગદર્શન હેઠળ પોલીસે કૌભાંડકારી એવાં વકીલ એ.એ.શેખ સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. આ અંગે વધુ તપાસ સુરત જીલ્લા એલસીબી પોલીïસ કરી રહી છે.