કામરેજ હાઇવે રોડના નવી પારડી પાસે રાત્રિ દરમ્યાન રોડ ક્રોસ કરી રહેલાં બે દિપડાઓને ટ્રકે અડફેટે લેતાં તેઓના મોત થયા હતા. હાલમાં સુરત જીલ્લામાં ખેતરોમાં શેરડીની કાપણી ચાલી રહી છે.
આવાં સમયે દિપડાઓના વસવાટ એવાં ખેતરો ઉજ્જડ બની જતાં દિપડાઓ રહેણાંક વિસ્તારોમાં ઘુસી આવતા હોવાના કિસ્સાઓ વધ્યાં છે. છેલ્લાં કેટલાંક દિવસથી કામરેજ પંથકમાં દિપડાઓ દેખાતા હોવાની ફરીયાદો ઉઠવા પામી હતી. જયારે બુધવારની રાત્રિએ કામરેજ હાઇવે રોડ નજીકના નવી પારડી પાસે રોડ ક્રોસ કરી રહેલાં બે દિપડાઓ ટ્રકની અડફેટે આવી જતાં મોત નિપજ્યા હતા.