વડોદરા જીલ્લાના મંજુસર જીઆઇડીસી પાસેના ગામોની ખેતીની જમીન સંપાદનના મુદ્દે ખેડુતોએ વિરોધ વ્યકત કરતા મામલો ગરમાયો છે. જા કે ખેડુતોના વિરોધના કારણે ધારાસભ્ય કેતન ઇનામદારïે ઘટના સ્થળે આવી પહોîચી સંપાદનની કાર્યવાહી અટકાવી હતી.
મંજુસર જીઆઇડીસી પાસેના લામડાપુરા , અલીન્દ્રા , ખુશાલપુરા અને ઝુમકાલ ગામના ૫૦થી વધુ ખેડુતોની ૧૮૧ હેકટર જમીન જીઆઇડીસી દ્વારા સંપાદન કરવામાં આવી રહી છે. જા કે ખેડુતોએ યોગ્ય વળતર આપવાની માંગણી કરી જમીન આપવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો છે. જયારે ધારાસભ્ય કેતન ઇનામદારે ખેડુતોની માંગણીના મુદ્દે સરકારમાં રજુઆત કરવામાં આવશે તેમ જણાવ્યુ હતુ.