
સુરત શહેર પોલીસ કમિશ્નર અજય તોમર દ્વારા તેમને સીધી રજુઆત કરવા આવતા અરજદારોને પુરતો ન્યાય મળી રહે અને તેમને રાહ નહીં જાવી પડે તે માટે વેઇટીંગ રૂમમાં સામે ચાલીને અરજદારોને રૂબરૂ મળીને તેમની રજુઆતો સાભળી ન્યાય આપવાનો નવતર અભિગમ શરૂ કરવામા આવ્યો છે. સુરત શહેર જેવાં મેટ્રો સીટીમાં રોજ કાયદો વ્યવસ્થાના અનેક પ્રશ્નો ઉભા થતા હોય છે અને શહેરના પોલીસ મથકોમાં રોજ બરોજ અનેક ફરીયાદો નોધાતી હોવા છતાં પણ કેટલાક કિસ્સાઓમા અરજદારોને સ્થાનિક પોલીસ દ્વારા પુરતો સંતોષ નહીં મળતા તેઅો પોલીસ કમિશ્નરને રૂબરૂ મળી રજુઆત કરવાની મહેચ્છા રાખતા હોય છે.
અઠવાલાઇન્સ ખાતે આવેલા સુરત શહેર પોલીસ કમિશ્નર ભવન ખાતે રોજ અનેક અરજદારો તેમની ફરીયાદ પત્ર લઇને પોલીસ કમિશ્નરને મળવા માટે આવતા હોય છે. અને આવાં અરજદારો પોલીસ ભવનના ગ્રાઉન્ડ ફલોર પર બનાવવામાં આવેલા અલાયદા વેઇટીંગ રૂમમાં રાહ જાતા હોય છે. અને સુરત શહેર પોલીસ કમિશ્નરને મળવા માટે તેમના નામોની ચિઠ્ઠી મોકલ્યા બાદ ક્રમ પ્રમાણે તેઓને ચેમ્બરમાં બોલાવવામાં આવ્યા બાદ પોલીસ કમિશ્નર દ્વારા તેમની રજુઆતો સાભળવામા આવતી હતી. જા કે આ પ્રકિયામાં અરજદારોના કલાકો વિતી જતાં હતા. જા કે સુરત શહેરમાં પોલીસ કમિશ્નર તરીકે અજય તોમરે ચાર્જ સભાળ્યા બાદ કાયદો વ્યવસ્થાની પરિસ્થીતીમા ઘણાં બદલાવો કર્યા છે. જેના કારણે ડ્રગ્સ સહિતની અનેક ગેરકાનુની પ્રવૃત્તિ પર લગામ આવ્યુ છે. અને પોલીસ કમિશ્નર અજય તોમર દ્વારા હવેથી તેમને મળવા આવતા અરજદારોને સમયની રાહ નહીં જાવી પડે તે માટે બપોરનો ઍક ચોક્કસ સમય નક્કી કરી પોતાની ચેમ્બરમાં નહીં પરતુ અરજદારોના વેઇટીંગ રૂમમા જઇને તેમને રૂબરૂ મળી તેમની રજુઆતો સાભળવાનો નવતર અભિગમ શરૂ કરવામા આવ્યો છે. સાથે સાથ પોલીસ કમિશ્નર અજય તોમરે પોતાની ચેમ્બરમાથી વેઇટીંગ રૂમમા બેસેલાં અરજદારોને નિહાળી શકાય તે માટે તાત્કાલિક ધોરણે સીસીટીવી કેમેરા લગાવીને તેનું મોનિટરીંગ પોતાની ચેમ્બરમાં રાખવાનું ખુïબ જ પ્રશસનીય નિર્ણય લીધો છે. શહેર પોલીસ કમિશ્નર અજય તોમરના અરજદારોના સીધા સપર્ક અને તેમનો સમય પણ બગડે નહીં તે રીતે તેમને રૂબરૂ મળી રજુઆત સાભળવાના લીધેલા નિર્ણયની ખુબ જ પ્રશસા કરવામાં આવી રહી છે.