
ગોડાદરા નિલકંઠ સોસાયટીમાં બિલ્ડર પ્રેમજી કાંતિ દ્વારા મંદીર તોડી પડાતા રહીશોમાં રોષ ફાટી નિકળ્યો છે. બિલ્ડરે પોતાના મળતીયાઓ સાથે મળીને મંદીરમાંથી પ્રતિમા પણ ઉઠાવી ગયા હોવાનો આક્ષેપ કરી વિરોધ પ્રદર્શન કર્યો હતો.
ત્યારબાદ રહીસોએ બિલ્ડર દ્વારા તોડી પડાયેલા મંદીરની જગ્યામાં બેસી ધરણાં કર્યા હતા. મામલો વધુ ઉગ્ર બનતા ગોડાદરા પોલીસ પણ દોડી આવી હતી. પોલીસે રહીશોને સમજાવી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.