
સુરત જીલ્લાના બારડોલી તાલુકાના આફવા ગામ ખાતે આઇ.એમ. હ્નામન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સૌîદર્યમય અને પ્રાકૃતિક વાતાવરણમાં અબોલ ઘવાયેલા કે બિનવારસી પશુઓ માટે જીવદયા આશ્રમ બનાવવામાં આવ્યુ છે.
ખેતરની વચ્ચે કુદરતી વાતાવરણમાં બનાવવામાં આવેલા જીવદયા આશ્રમમાં ગાય , ઘોડાઓ , બિલાડી , કુતરા , પક્ષીઓ જેવાં અબોલ જીવોને સ્વીકારવામાં આવે છે. જયારે આ આશ્રમમાં બાળકોïને રમવા માટે બગીચો પણ બનાવવામાં આવ્યો હોવાના કારણે સહેલાણીઓ પણ મોટી સંખ્યામાં આવતા હોïય છે. અબોલ જીવોની સાથે ગરીબ વિદ્યાર્થીઓના અભ્યાસ માટે પણ આર્થિક સહાય પુરી પાડતા આ આશ્રમમાં અનેïક લોકો દાન આપી જતા હોય છે.