
પલસાણા તાલુકાના ચલથાણ ગામ ખાતે આવેલ સર્વોત્તમ રેસીડેન્સીની બિલ્ડીંગમાં ગટર સફાઇ દરમ્યાન બે કામદારોના ગુંગળાઇ જવાથી મોત નિપજવાના પ્રકરણમાં પોલીસે બિલ્ડર સામે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.
પલસાણા તાલુકાના ચલથાણ હાઇવે રોડના સંજીવની હોસ્પિટલ સામે આવેલ સર્વોત્તમ રેસીડેન્સી બિલ્ડીંગમાં ચોક અપ થયેલી ગટરની સફાઇ કરવા માટે ઉતરેલા શાળા બનેવી એવાં મુળ રાજસ્થાનના વતનીï પ્રમોïદ રાજુભાઇ તેજી અને વિશાલ નામદેવનું ગુંગળામણના કારણે મોત નિપજ્યુ હતુ. આ પ્રકરણમાં પોલીસ તપાસ દરમ્યાન બિલ્ડર દ્વારા ગટરની સફાઇ માટે લાવવામાં આવેલ ૫૦ લિટરï એસિડ ગટરમાં નાંખતા તેની ગુંગળામણના કારણે સફાઇ કામદાર એવાં સાળા – બનેવીનું મોત નિપજ્યુ હોવાનું બહાર આવ્યુ હતુ. આ બનાવ અંગે કડોદરા જીઆઇડીસી પોલીસે બિલ્ડર સામે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.