
નવસારી શહેરના લુન્સીકુઇ વિસ્તારમાં વહેલી સવારે કેટલાંક મોબાઇલ સ્નેચરોએ સક્રિય બની વોકીંગ માટે નિકળેલ લોકોના મોબાઇલ તેમજ સોનાની ચેઇન સહિતના સામાનોની ચીલઝડપ કરી જવાના કિસ્સાઓ વધ્યા હતા.
જા કે સ્થાનિક રહીશોએ રોજબરોજ સ્નેચીંગની બની રહેલી ઘટનાને અટકાવવા માટે જાતે જ છટકુ ગોઠવીને વહેલી સવારે શિકારની શોધમાં આવેલા મોબાઇલ સ્નેચરને રંગેહાથ ઝડપી પાડી તેને મેથીપાક આપી પોલીસને હવાલે કર્યો હતો. લોકટોળાં દ્વારા પકડી પાડવામાં આવેલા મોબાઇલ સ્નેચરે ૬ મોબાઇલ ફોન ચોરી કર્યા હોવાની કબુલાત કરી હતી.