દક્ષિણ ગુજરાત ખેડુત સમાજ દ્વારા સિંચાઇ વિભાગને એક આવેદનપત્ર આપી જમણાં કાંઠાની નહેરમાંથી ખેતરોમાં પાણી આપવાની માંગણી કરવામાં આવી હતી.
દક્ષિણ ગુજરાત ખેડુત સમાજના પ્રમુખ રમેશભાઇ પટેલે સુરત સિંચાઇ વિભાગના અધિકારીને આવેદનપત્ર આપી ગત ૩૧મી ડિસેમ્બરથી નહેરોમાં પાણી બંધ કરાવવામાં આવ્યું હોવાના કારણે ડાંગરની રોપણïી કરનાર ખેડુતો મુશ્કેલીમાં મુકાયા છે. અને સિંચાઇનું પાણી નહીં મળતા ડાંગરના પાકને વ્યાપક નુકશાન થઇ રહ્ના છે. માટે સિંચાઇ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે જમણાં કાંઠાની નહેરમાંથી પાણી છોડવામાં આવે તેવી માંગણી કરી હતી.