
પાલ – ઉમરા બ્રિજ નજીક તાપી નદીમાંથી ગેરકાયદેસર રેતીખનન કરી હેરાફેરી થતી હોવાની બાતમીના આધારે પીસીબીએ પીસીબીએ રેઇડ કરી ર્ટ્ક ચાલકને ૪૫ ટન રેતી, ટ્રક, નાવડી, બે બાઈક અને અન્ય સાધન સામગ્રી મળી કુલ રૂ.૧૪.૫૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જયારે ઓછા ભાવમાં ચોરીની રેતીનો જથ્થો મેળવી ઉંચા ભાવમાં છુટકમાં ગ્રાહકોને વેચાણ કરતા ર્ટ્ક ચાલકના ભાઈને પીસીબીએ વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
પીસીબીના સૂત્રો દ્વારા પ્રા થતી વિગતો મુજબ મળેલી બાતમીના આધારે પીસીબીએ અડાજણ પાલ આરટીઓ કચેરીથી આગળ ન્યુ પાલ-ઉમરા બ્રીજથી પડ્ઢીમે આશરે એક કિ.મી.ના અંતરે તાપી નદીના કિનારે રેઈડ કરી ત્યાં મળતીયા દ્વારા નદીના પટમાંથી નાવડાઓની મારફતે ગેરકાયદેસર રેતીખનન કરી ટ્રકમાં રેતી સાથે કમલેશ તેજાજી વણઝારાને ઝડપી લીધો હતો. પીસીબીએ તેની ટ્રકમાંથી રૂ. ૩.૭૫ લાખની કિંમતની ૧૫ ટન રેતી, રૂ. ૯ લાખની કિંમતની ર્ટ્ક, નદીના પટ પરથી કોમ્પ્રેશર મશીન ફીટ કરેલી રૂ. ૨.૫૦ લાખની કિંમતની નાવડી, તાપી નદીમાંથી ગેરકાયદે ખનન કરી કાઢેલી રેતીના રૂ. ૧.૫૦ લાખની કિંમતના ૩૦ ટન રેતીના છૂટક ઢગલા , બે બાઈક , મોબાઈલ ફોન અને અન્ય સાધન સામગ્રી મળી કુલ રૂ. ૧૪,૫૩,૭૫૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પીસીબીએ ઝડપાયેલા ટ્રક ડ્રાઈવર કમલેશની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તે અને તેનો મોટો ભાઇ હરીશ ભેગા મળીને ગેરકાયદેસર રીતે તાપી નદીના પટમાંથી નાવડી મારફતે ગેરકાયદે રેતીખનન કરનારાઓની પાસેથી ઓછા ભાવમાં ચોરીની રેતીનો જથ્થો મેળવી ઉંચા ભાવમાં છુટકમાં ગ્રાહકોને વેચાણ કરે છે. પીસીબીએ હરીશને વોન્ટેડ જાહેર કરી આ અંગે અડાજણ પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ જાહેરાત દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.