સુરત શહેરના ભટારના ઇશ્વર ફાર્મ ખાતે સુરત શહેર જીલ્લા કોગ્રેસ સમિતીની યોજાયેલી પત્રકાર પરીષદમાં કોગ્રેસના નેતા અને પુર્વ કેન્દ્રીય મંત્રી તુષારભાઇ ચૌધરી અને શહેર કોગ્રેસ પ્રમુખ નૈષધ દેસાઇએ કોરોનાકાળમાં સરકારની નિષ્ફળતાનો ચિતાર આપી કોરોનામાં સરકાર સરેઆમ નિષ્ફળ ગઇ હોવાનો આક્ષેપ કર્યો હતો.
કોગ્રેસના નેતાઓïએ પત્રકાર પરીષદમાં જણાવ્યુ હતુ કે કોરોનાની બીજી લહેરમાં સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા મૃતકોની સામે મૃત્યુઆંક લાખોની સંખ્યામાં છે અને જે અંગે ગુજરાત સરકારે સુમ કોર્ટમાં રજુ કરેલા પોતાના નિવેદનમાં પણ મૃત્યુના વળતર માટે મોટી સંખ્યામાં અરજીઓï આવી હોવાનો સ્વીકાર કર્યો છે. આ ઉપરાંત કોગ્રેસ દ્વારા કોરોનાના મૃતકોને ચાર લાખની સહાય મળવી જાઇએ તેવી માંગણી કરી હતી.