
સુરતમા મહાનગરપાલિકા દ્વારા ગટર સહિતના કામો હાલ ચાલી રહ્ના છે. ત્યારે ભાગળના નવા પુરા વિસ્તારમાં ચાલતાં પાલિકાના ડ્રેનેજની લાઈન માટેના કામમાં ખાડો ખોદતી વખતે માટી ધસી પડી હતી. જેથી કામ કરતાં શ્રમિકો પૈકી એક શ્રમિક દટાઈ ગયો હતો. જેથી તાત્કાલિક તેનું રેસ્ક્યૂં કરવામાં આવ્યું હતુ.બાદમાં ઈજાગ્રસ્ત કામદારને સારવાર માટે મસ્કતી હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
ખાડો ખોદવાના કામ દરમિયાન માટી ધસી પડી હતી. જેથી ઘણા શ્રમિકો દટાવા લાગ્યા હતાં. જો કે મોટા ભાગના દટાયેલા શ્રમિકો બહાર નીકળી ગયા હતાં. પરંતુ એક કામદાર ઉંડે કામ કરી રહ્ના હોવાથી માટીમાં વધુ દટાયો હતો. જેથી તેને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યો હતો. બાદમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. માટી ધસી પડતાં શ્રમિકોમાં ભયનો માહોલ પેદા થયો હતો. આ તરફ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતાં સ્થાનિક શ્રમિકો અને ફાયર બ્રિગેડે મળીને દટાયેલા કામદારને બહાર કાઢી લીધો હતો. બાદમાં તેને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડાતા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. જેથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ફાયર વિભાગે જણાવ્યું હતું કે, નવાપુરા પારસી શેરી પીપલ્સ બેંક પાસે ડ્રેનેજની કામગીરી દરમ્યાન આ ઘટના બની હતી. સવારે ૧૦.૩૦ વાગે ફાયર વિભાગને ઘટના અંગે કોલ મળ્યો હતો જેથી ફાયરની ટીમ ઘટના સ્થળે પહોચી હતી ફાયર વિભાગે ૩ જ મિનીટમાં યુવકને બહાર કાઢી મસ્કતી હોસ્પિટલ ખસેડ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. મૃતકનું નામ ૧૯ વર્ષીય રાજમલ છનાભાઈ સંઘાળા હોવાનું જાણવા મળ્યું છે. તેમજ તે ડભોલી ચાર રસ્તા ખાતે રહેતો હોવાનું જાણવા મળ્યું છે.