
ચીખલી તાલુકાના સાદકપોર ગ્રામ પંચાયતના સભ્ય નરેશ પટેલનું અજાણ્યા ઇસમો અપહરણ કરી જતાં ચકચાર મચી જવા પામી છે.
નવસારી ગ્રામ પંચાયતની યોજાયેલી ચુંટણીમાં નરેશ પટેલ વિજેતા બન્યા હતા. જા કે ૨૪મી ના રોજ યોજાનાર ગામના ઉપ સરપંચ પદની ચુંટણીને લઇને કેટલાંક અજાણ્યા ઇસમો તેમને બે દિવસ પહેલાં ઉઠાવી ગયા હોવાનું બહાર આવ્યુ છે. આ બનાવ અંગે નરેશભાઇ પટેલની પત્ની કુસુમબેન પટેલે ચીખલી પોલીસ મથકે ફરીયાદ નોધાવતા પોલીસે અપહરણનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.