પલસાણા જીઆઇડીસીમાં આવેલ સૌમ્યા ડાઇંગ મિલમાં લાગેલી આગમાં બે સગા ભાઇઓ સહિત ત્રણ યુવકોના મોત નિપજવાની ઘટનામાં પલસાણા પોલીસે મિલના માલિક અને બે સુપરવાઇઝરો સામે ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરી હતી.
પલસાણાની સૌમ્યા મિલમાં લાગેલી ભિષણ આગમાં ફર્નિચરનું કામ કરી રહેલાં બે રાજસ્થાની ભાઇઓ સહિત ત્રણ યુવકોના જીવતા ભુંજાઇ જવાથી મોત નિપજ્યા હતા. આ ઘટનામાં પોલીસે બેદરકારી દાખવવા બદલ મિલના માલિક એવાં સુરતના ઘોડદોડ રોડ ગ્રીન એવન્યુ એપાર્ટમેન્ટ ખાતે રહેતા અનુપ બ્રિજમોહન અગ્રવાલ અને સુપર વાઇઝર ગણેશ પ્રસાદ દ્વિવેદી તથા મનિષ શર્મા સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.